નવી દિલ્હી: ભારતે અફઘાનિસ્તાનમાં એક સૈન્ય હોસ્પિટલ, એક મૃતકના અંતિમ સંસ્કાર, અને સૈન્ય તપાસ ચોકીને નિશાન બનાવીને કરાયેલા અલગ અલગ આતંકી હુમલાની આકરી ટીકા કરી છે અને તેને મહિલાઓ અને બાળકો સહિત નિર્દોષો વિરુદ્ધ બર્બર કૃત્ય ગણાવ્યું છે. આતંકીઓએ કાબુલના એક બાળકો-મહિલાઓની હોસ્પિટલ પર હુમલો કર્યો જેમાં બે નવજાત શિશુઓ અને તેમની માતાઓ સહિત 14 લોકોના જીવ ગયા.
અન્ય એક હુમલામાં આત્મઘાતી હુમલાખોરે નાનગહર પ્રાંતમાં એક મૃતકના અંતિમ સંસ્કારને નિશાન બનાવ્યો જેમાં ઓછામાં ઓછા 24 લોકોના જીવ ગયા જ્યારે 68 લોકો ઘાયલ થયાં. આ વિસ્તાર ઈસ્લામિક સ્ટેટ સંગઠનની સક્રિયતાવાળો વિસ્તાર છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, 'ભારત દશ્ત એ બાર્ચી હોસ્પિટલના પ્રસુતિ વોર્ડ, નાનગહર પ્રાંતમાં એક મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર અને લઘમાન પ્રાંતમાં એક સૈન્ય તપાસ ચોકી પર મહિલાઓ અને બાળકો સહિત નિર્દોષ નાગરિકો પર કરાયેલા બર્બર આતંકી હુમલાની આકરી ટીકા કરે છે.'
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, 'માતાઓ, નવજાત શિશુઓ અને શોક મનાવી રહેલા પરિવારો પર આ નિંદનીય હુમલો ભયાનક છે અને માનવતા વિરુદ્ધ અપરાધ છે. અમે મૃતકો પ્રત્યે અમારી ઊંડી સંવેદનાઓ વ્યક્ત કરીએ છીએ અને જે લોકો ઘાયલ થયા છે તેમના જલદી સાજા થવાની કામના કરીએ છીએ.'
તેમાં કહેવાયું છે કે, 'આતંકવાદના આ પ્રકારના સતત થઈ રહેલા કૃત્યોને કોઈ પણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં.' તેમાં એમ પણ કહેવાયું છે કે, 'આ પ્રકારના ધૃણાસ્પદ કૃત્યોને અંજામ આપનારા અને તેના પ્રાયોજકોને કાયદાના સકંજામાં લાવીને તેમની જવાબદારી નક્કી થવી જોઈએ.' વિદેશ મંત્રાલયે કહ્યું કે, 'ભારત અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા લાવવાના તેના પ્રયત્નોમાં ત્યાંના લોકો, સુરક્ષાદળો અને સરકાર સાથે એકજૂથતાથી ઊભું છે.'
જુઓ LIVE TV
નિવેદનમાં એમ પણ કહેવાયું કે, 'રમઝાનના પવિત્ર માસ ઉપવાસ, પ્રાર્થના અને વિચાર કરવાનો સમય હોવો જોઈએ.' તેમા કહેવાયું કે, 'અમે આહ્વાન કરીએ છીએ કે આતંકવાદી હિંસા પર તરત રોક લાગવી જોઈએ અને અફઘાનિસ્તાનમાં કોરોના વાયરસના પ્રસારને કારણે ઉત્પન્ન થનારી સ્થિતિને પહોંચી વળવા માટે સહયોગ કરવો જોઈએ.'
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે